घर और ऑफिस में बरकत के लिए – मोती शंख के उपाय

Published by admin on

રવિ પુષ્ય નક્ષત્ર. આ નક્ષત્રમાં જે શુભ કામ કરવામાં આવે તે ફળીભૂત થાય જ છે. તો જાણી લો નસીબ બદલી દેતાં શંખના આ ઉપાયો વિશે.

જો રવિ પુષ્ય નક્ષત્રમાં મોતી શંખને કાર્યસ્થળમાં સ્થાપિત કરવામાં આવે તો આર્થિક ઉન્નતિ અવશ્ય થશે.
રવિ પુષ્ય નક્ષત્રમાં આ શંખમાં પાણી ભરીને લક્ષ્મીજીની મૂર્તિ સાથે રાખવામાં આવે તો માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.
રવિવારે આ શંખની સ્થાપના ઘરમાં કરવી અને ત્યારપછી રોજ ઘરમાં શ્રી મહાલક્ષ્મૈ નમ:મંત્ર 11 વાર બોલતાં બોલતાં તેની સાથે ચોખાનો એક એક દાણો શંખમાં ભરતાં જવો. 11 દિવસ સુધી આ ઉપાય કરવો. આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે.
વેપારમાં નુકસાન થતું હોય તો એક શંખ રવિ પુષ્ય નક્ષત્ર પર તિજોરીમાં રાખી દેવો. વેપારમાં વૃદ્ધિ થવા લાગશે.

મોતી શંખ-

જ્યોતિષ શાસ્ત્રમાં મોતી શંખ એક વિશેષ પ્રકારનો સંખ હોય છે. તે સામાન્ય શંખથી થોડો અલગ દેખાતો હોય છે અને થોડો ચમકતો હોય છે. આ શંખને વિધિ-વિધાન પૂર્વક પૂજા કરી જો તિજોરીમાં રાખવામાં આવે તો ઘર, ઓફિસ અને દુકાનમાં રૂપિયા ટકવા લાગે છે. આવક વધવા લાગે છે.

ઉપાય-

કોઈ બુધવારે સવારે સ્નાન કરી સાફ કપડામાં પોતાની સામે મોતી શંખ રાખો અને તેની ઉપર કેસરથી સ્વસ્તિક ચિન્હ બનાવી દો. ત્યારબાદ નીચે લખેલ મંત્રનો જાપ કરો-

श्रीं ह्रीं श्रीं महालक्ष्मयै नम:

મંત્રનો જાપ સ્ફટિક માળાથી જ કરો. મંત્રોચ્ચારની સાથે એક-એક ચોખાનો દાણો શંકમાં નાખો. એ વાતનું ધ્યાન રાખો કે ચોખા તૂટેલા ન હોય, આ પ્રયોગ લગાતાર 11 દિવસ સુધી કરો. આ પ્રકારે રોજ એક માળા જાપ કરો. તે ચોખાને એક સફેદ રંગના કપડાની થોલીમાં રાખી દો અને અગિયાર દિવસ પછી ચોખાની સાથે જ તે શંખને પણ તે થેલીમાં રાખીને તિજોરીમાં રાખી દો. થોડા દિવસ પછી જ ધનમાં વધારો થવાના યોગ બનવા લાગશે.

શંખ પ્રાકૃત અને ઈશ્વરદત્ત ઘરેણું છે. તે ઘરની સુખાકારીમાં વધારો કરે છે. સદનસીબ લાવે છે. હિંદુ ધર્મમાં શંખને પવિત્ર સ્થાન આપવામાં આવ્યું છે. શંખ દેવીય અને માયાવી બંને પ્રકારના હોય છે. ઘરમાં અને મંદિરમાં કેવા પ્રકારના શંખ હોવા જોઈએ તે વિશે શાસ્ત્રમાં વિશેષ ઉલ્લેખ જોવા મળે છે.
મોતી શંખ એક દુર્લભ પ્રજાતિનો શંખ છે. શાસ્ત્ર મુજબ આ શંખ બહુ ચમત્કારી માનવામાં આવે છે. તે દેખાવમાં બહુ સુંદર હોય છે.તેને ઘરમાં રાખવાથી ધન-સંપત્તિમાં વધારો થાય છે અને પરિવાર વચ્ચે પ્રેમ બન્યો રહે છે.

હૃદય માટે ગુણકારી શંખજે વ્યક્તિને હૃદય રોગ કે શ્વાસ સંબંધી મુશ્કેલીઓની શક્યતા હોય તેમણે પોતાના ઘરમાં મોતી શંખ મુકવો જોઈએ. એવુ કહેવાય છે કે આ શંખમાં ગંગાજળ ભરીને પીવાથી હૃદય સ્વસ્થ રહે છે. શ્વાસ સંબંધી મુશ્કેલીઓથી બચાવ થાય છે.
મોતી શંખ અત્યંત દુર્લભ શંખ છે. તંત્ર શાસ્ત્રમાં આ શંખને ચમત્કારી ગણાવાયો છે. આ શંખ જોવામાં અત્યંત સુંદર હોય છે. તે સફેદ મોતી સમાન ચમકતો હોય છે તેથી જ તેને મોતી શંખ કહેવામાં આવે છે. શાસ્ત્ર અનુસાર આ શંખના કેટલાક ઉપાય જો ખાસ નક્ષત્રમાં કરવામાં આવે તો તે ક્યારેય વિફળ જતાં નથી. જો આ ઉપાયોને તમારે પણ અજમાવવા હોય તો રવિવારનો દિવસ

Categories: Uncategorized

0 Comments

Leave a Reply